Tuesday, May 20, 2025

મોરબીમાં ‘મારી માટી, મારો દેશ’ ઐતિહાસિક કાર્યક્રમનો થશે શુભારંભ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નાગરિકો સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ કરી શકે છે

નાગરિકો પ્રતિજ્ઞા લઇ સેલ્ફી ક્લિક કરે અને https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટપર અપલોડ કરેઃઆ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમોનો આરંભ થઈ ચૂક્યો છે.

માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતકક્ષા એથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે. મોરબીમાં વિવિધ કાર્યક્રમો થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકોને પ્રેરિત કરવામાં આવશે.

કાર્યક્રમો દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. લોકો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે. નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

શહેરોથી લઈ ગામડાઓ સુધી લોકો “મારી માટી, મારો દેશ” કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પે એવું આયોજન કરવામાં આવ્યું છે. સૌ મોરબીના નગરજનો પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા, માટી અને દીવા સાથે સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી આ અભિયાનમાં જોડાઇ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર