મોરબી જીલ્લા કોંગ્રેસ સેવા દળ દ્વારા નેતૃત્વ નિર્માણ-સંગઠન નિર્માણ પ્રશિક્ષણ કેમ્પ યોજાયો
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ ની મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા રાષ્ટ્રનિર્માણની ઉમદા પ્રવૃત્તિઓ માટે નેતૃત્વ નિર્માણ અને સંગઠન નિર્માણ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગુજરાત કોંગ્રેસે સેવાદળ અધ્યક્ષ વિજયભાઈ પટેલ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ નયનાબા જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ બાબુભાઈ રબારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મહામંત્રી રમેશભાઈ જારીયા, મોરબી શહેર સેવાદળના અધ્યક્ષ જાનુભાઈ ચાનીયા, મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, કિશોરભાઈ ચીખલીયા, રાજુભાઈ જારીયા, કે ડી પડસુંબીયા, સંદીપભાઈ કાલરીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી