મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા આવતીકાલે અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના વર્ષ 2025ના તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહનું આયોજન આવતીકાલ તા. 5-10-2025 ને રવિવારના રોજ સવારે 8:30 કલાકે લવકુશ પાર્ટી પ્લોટ (777 કારખાનું), તથાગત બુધ્ધ કોમ્યુનિટી હોલની બાજુમાં, ભડિયાદ રોડ, મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હંસાબેન પરઘી (પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત) અતિથિ વિશેષ તરીકે વિનોદભાઈ ચાવડા (સાંસદ, કચ્છ), કેસરીદેવસિંહ ઝાલા (સાંસદ, રાજ્યસભા) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.