શનાળા ગામના પટેલ વેપારીના 3.50 લાખ રૂપિયાની લૂંટ : ગામના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે જેમાં મોરબીના વેપારી પોતાના મિત્રને રૂપિયા આપવા શનાળા રોડ મેલડી માતાજીના મંદિર પાસે આવેલ ત્યારે રૂપીયા આપીને જતા હોય ત્યારે પાછળથી તેમના જ ગામનો એક શખ્સ આવી રૂપીયાનું બેગ ઝૂંટવી અને રૂ. ૩,૫૦,૦૦૦ લઇને નાસી ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાછળ શીવમ હાઇટસની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભાણભાઈ સુરાણી (ઉ.વ. ૪૭)એ આરોપી તેમના જ ગામના વિશાલ વેલજીભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોરબી નજરબાગ રેલ્વેસ્ટેશ ન પાસે દુકાને ગયેલ હોય અને રાત્રીના પોણા નવેક વાગ્યાના સમયે દુકાન બંધ કરીને પોતાનુ મોટર સાયકલ લઇને ઘરે આવવા નીકળેલ હોય ત્યારે ધંધા માટે રૂપયાની જરૂરીયાત હોય જેથી ફરીયાદીએ મિત્ર હરીભાઈ કાવરને રૂપીયા માટે ફોન કરેલ હતો જેથી ફરીયાદીને શનાળા રોડ જી.આઈ.ડી.સી ના નાકા પાસે હરીભાઈ કાવરએ ફરીયાદીને રૂ.૪,૦૦,૦૦૦/- રૂપીયા આપેલ હતા અને આ રૂપીયા ફરીયાદી થેલામાં લઈને નીકળેલ હોય અને ફરીયાદીએ મોરબી શનાળા ગામ પાસે લીમડા વાળા મેલડી માતા ના મંદીર પાસે આવેલ બજરંગ પાન વાળા કેતનભાઈ ને રૂપીયા. ૩૦, ૦૦૦/-ધંધાના આપવાના હતા જેથી રાત્રી ના સાડા નવેક વાગ્યાના સમયે તેને ફોન કરીને બોલાવેલ હોય અને આ કેતનભાઈ રોડ ઉપર આવેલ હતા અને મે તેને રૂ.૩૦૦૦૦/- આપેલ હતા અને બીજા રૂ.૨૦૦૦૦/-પેન્ટના ખી 3 સ્સામાં રાખેલ હતા અને આ કેતનભાઈ જતા રહેલ હતા અને હું મારૂ મોટરસાયકલ ચાલુ કરતો હતો ત્યારે પાછળથી એક એકટીવા જેવુ મોટરસાયકલ લઇને એક વ્યકિત પાછળથી આવેલ અને ફરીયાદીના હાથમા રહેલ થેલો ઝુટવી અચાનક બળજબ રી પુર્વેક ઝુટવતાં બંનેએ ઝપાઝપી થયેલ હતી અને આરોપી ફરીયાદીના ગામનો વિશાલ વેલજીભાઈ રબારી હોય અને તે ફરીયાદીના હાથમાથી રૂપીયા. ૩,૫૦, ૦૦૦/- ભરેલ થેલો લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો આગળ તપાસ હાથ ધરી છે.
