મોરબીના શોભેશ્વર રોડ પર રહેણાંક મકાનમાંથી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર
મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા આરોપી જયેશભાઇ ઉર્ફે અભો કનુભાઈ મકવાણાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ તથા બિયર ટીન નંગ -૧૩ મળી કુલ બોટલ તથા ટીન નંગ -૨૫ જેની કિંમત રૂપિયા ૧૯,૫૪૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.