Monday, June 9, 2025

આતે કેવો વિકાસ: મોરબીની શ્રધ્ધાપાર્ક સોસાયટીમા પીવાના પાણી પ્રશ્ને મહિલાઓ પાલિકાએ પોહચી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

છેલ્લા છ મહિનાથી પીવાના પાણી નાં ધાંધિયા મહિલાઓ ની હાલત કફોડી થઈ

મોરબી:મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં પીવાનાં પાણીના વારંવાર ધાંધિયા થતાં મહિલાઓનું ટોળું રજૂઆત કરવા મોરબી નગરપાલિકાએ પહોંચ્યું હતું

મોરબી વોર્ડ નંબર 1 વાવડી રોડ પર આવેલી શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી ન આવતા આ વિસ્તારની મહિલાઓને ભારે મુશ્કેલીમાં મુકાઇ છે તો બીજી તરફ પીવાના પાણી નેં લઈ મહિલાઓ આજુબાજુની સોસાયટી માંથી પાણી ભરવા જવું પડે છે તો બીજી પીવાના પાણી ન આવતા આ વિસ્તારના લોકોને બોરના પાણી પીવા માટે પણ મજબૂર બન્યા છે ત્યારે આ પાણી બાબતે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ કહ્યું હતું કે છ મહિના પહેલા નિયમિત શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં પીવાનું પાણી આવતું હતું પરંતુ હાલ એવું કહેવામાં આવે છે કે ગાયત્રી નગર સોસાયટીમા આવેલ વાલ બંધ કરી દેતા શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં પીવાનું પાણી પહોંચતું બંધ થઈ ગયું છે

આ બાબતે રજૂઆત કર્યા બાદ શ્રધ્ધાપાર્ક સોસાયટીની મહિલા ઓ ને પાલિકાતંત્ર દ્વારા પીવાના પાણી પ્રશ્ને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી
હવે જોવું એ રહ્યું કે પીવાનાં પાણી પ્રશ્ને પાલિકા તંત્ર વહેલી તકે જાગશે કે પછી તેની નિંદ્રાધીન અવસ્થામાં રહશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર