Friday, January 9, 2026

મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત અવની પાર્ક મેઇન રોડ ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અવની પાર્ક મેઈન રોડ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપાલિકા સ્ટાફ. મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ તથા નાગરીકો સહિત અંદાજીત ૧૮૦ લોકો જોડાયેલ. સફાઈ અભિયાન દરમિયાન ૬ ટ્રેક્ટર, ૧ Back Hoe Loader, 2 Front Hon Loader દ્વારા અંદાજીત ૩૫ ટન સોલિડ વેસ્ટ તયા CAD વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ આ ઉપરાંત જંગલ કટીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ.

વધુમાં જણાવવાનું કે, શ્રમદાન દરમિયાન બજરંગ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં નાગરીકોને ધન કચરા વ્યસ્થાપન તથા સોર્સ સેગ્રીગેશન (સુકો તથા ભીનો કચરો અલગ રાખવા) માટે માહિતગાર કરવામાં આવેલ.

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને “શ્રમદાન ફોર મોરબી નું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબીના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લે તેનું આહ્વન કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર