શ્રાવણ માસ દરમિયાન મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે યોજાશે અનેક કાર્યક્રમો
આજે તારીખ ૨૫ જુલાઈ ને શુક્રવારના રોજ પવીત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે મોરબી શહેર મધ્યમા અંદજીત ૨૦૦ વર્ષ જુનુ એક પ્રાચીન મંદિર આવેલ છે શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરના પરિસદમાં બીજા અનેક દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે સમગ્ર શ્રાવણ માસ દરમીયાન શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો યોજાશે.
જેમ કે, શ્રાવણ માસ નિમિત્તે જડેશ્વર મહાદેવ મંદિરે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળશે. શ્રાવણ માસના સોમવારે સવારે ૪:૩૦ થી ૦૬ વાગ્યા સુધી વહેલી પરોઢે (રામ પ્રહરમાં) નિજ ગૃહમાં બિલીપત્ર, દૂધ, પાણીના અભિષેક સાથે રુદ્રી પઠન થશે. સવારે ૦૯ કલાકે ધ્વજારોહણ ભાગ્યશાળી દાતાના માધ્યમથી થશે. બપોરે ૧૨ કલાકે બ્રહ્મભોજન (ભંડારો), સાંજે ૦૫ કલાકે શૃંગાર દર્શન, સાંજે ૦૭ કલાકે ૧૦૮ દિવાની દીપમાળા અને સાંજે ૭:૩૦કલાકે પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાશે. જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૧:૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવનું પૂજન તથા રાત્રે ૧૨ કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટના સેવકો તથા દાતાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે યશવંત જોષી મો.નં:-૯૯૭૪૭ ૬૮૦૦૫ તથા રાજેન્દ્રભાઈ ભટ્ટ મો.નં:-૯૯૦૯૯ ૫૮૧૮૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.