શ્રી આર બી પટેલ & એલ જી મહેતા હાઇસ્કૂલ ખરેડા ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ, મોરબીનુ બાળ વિજ્ઞાન પ્રદર્શન ઉજવાયું
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત – વિજ્ઞાન જેવા વિષયોમાં રસ રુચી વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે.
શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ મોરબીના કન્વીનર સંજીવભાઈ એ જાવિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી તરફથી આ વર્ષના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ મુખ્ય વિષય “STEM FOR VIKSIT AND ATMANIRBHAR BHARAT” હતો. જે અનુસંધાને તા. 20/11/2025 ગુરુવારના શ્રી આર બી પટેલ & એલ જી મહેતા હાઇસ્કૂલ, ખરેડા ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૨૬ કૃતિમાં કુલ પર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં 2 નિવૃત શિક્ષક બી એમ ફૂલતરિયા અને એમ એચ વડાવિયા નિર્ણાયક તરીકે કામગીરી કરેલ. આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે ૨૮૦ વિદ્યાર્થી ઓ આવેલ. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખરેડા ગામના અગ્રણીઓ અને સ્કૂલના ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ એમ કુંડારિયા તથા તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન SVS કન્વીનર સંજીવભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
