વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રભુ શ્રી રામ ની જન્મભૂમિ અયોધ્યા મુકામે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ કારસેવા કરનાર મોરબી કારસેવકોના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૯૭ કારસેવકોનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ભવ્યતિભવ્ય બહુમાન કરવામાં આવ્યુ હતુ, તે ઉપરાંત મોરબી-માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કારસેવકોને શ્રી રામ મંદિર-અયોધ્યાની પ્રતિકૃતિ વાળી ઘડીયાળ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી રામધન આશ્રમના મહંત પ.પૂ. ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ બારેજીયા, સી.ડી.રામાવત, નવીનભાઈ માણેક, અનોપસિંહ જાડેજા, પ્રદીપભાઈ વાળા, હસુભાઈ પુજારા, ગોપાલભાઈ સરડવા, જે.પી.જેસ્વાણી, ડો. વનરાજસિંહ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ, ઘનશ્યામભાઈ પુજારા, હરીશભાઈ રાજા,જયેશભાઈ ટોળીયા, જયેશભાઈ કંસારા, કે.ડી. પડસુંબિયા, મુકેશભાઈ ગામી, નૈમિષભાઈ પંડિત, તેજશભાઈ બારા, કમલેશભાઈ બોરીચા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્વારા નાખેલ એન.એફ.ઓ.એફ.સી. (કેબલ) આશરે ૨૦૦ મીટર કિં રૂ. ૧૪,૦૦૦ તથા તેની સાથે જોઈન્ટ ક્લોઝર કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૧૬૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન...
મયુર નગરી ને કોઈની મેલી નજર લાગી ગઈ હોય તેમ છાશવારે કરોડો ની કિંમતી જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે જે કચરી પૂરતા સીમિત હતા હવે આ કૌભાંડો RDC બેંક સુધી પગ પેસારો કરી ગયા છે
મોરબીની મધ્ય માં આવેલ RDC ગ્રામ્ય શાખા માર્કેટિંગ યાર્ડ બ્રાંચ મા ૧૫ વર્ષ થી બેક...