શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સ્વ. વલમજીભાઈ અમૃતિયાની પ્રાર્થના સભા યોજાશે
મોરબી: મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના અધ્યક્ષ અને પાટીદાર સમાજના મોભી અને અગ્રણી કેળવણીકાર એવા સ્વ. વલમજીભાઈ કાનજીભાઇ અમૃતિયાનાં દિવ્ય આત્માને શાંતી મળે તેવા ઉદ્દેશ્યથી મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા તા. ૨૨-૦૬-૨૦૨૩ ને ગુરુવારના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા છાત્રાલય કેમ્પસ મોરબી ખાતે પ્રાર્થનાસભા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે તેમ મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ કે. હોથી અને ઉપપ્રમુખ ત્રંબકભાઈ એસ.ફેફર ની યાદીમાં જણાવાયું છે.