શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરાઈ
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના કરવામાં આવી.
જેમાં શાળાનાં ધો-3 થી 8 નાં કુલ 158 મતદારોમાંથી 149 મતદારોએ 14 ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના ઉમેદવારને વિજેતા બનાવવા માટે મતદાન કરેલ મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવેલ.
જેમા લોકપ્રિય ઉમેદવાર એવા ઘેટીયા હેત્વીબેન સૌથી વધારે 57 મત મેળવી વિજેતા બન્યા. સમગ્ર આયોજન શાળાનાં તમામ શિક્ષકોનાં માર્ગદર્શન અને મહેનત હેઠળ કરવામાં આવેલ. સરકારના નિયમ મુજબ દ્વિતીય બેગલેસડેની આજે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આ આનંદમયી શનિવારને ખુબ ઉત્સાહથી મનાવ્યો.
આ કાર્યક્રમના આયોજન અને તે મુજબના કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.