Tuesday, August 19, 2025

શ્રી ખોખરા હનુમાન હરીધામ બેલા ખાતે 24 ઓગસ્ટે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૪/૦૮/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરના ૦૧ વાગ્યા સુધી શ્રી ખોખરા હનુમાન હરીધામ બેલા, ભરતનગર રોડ મોરબી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મફત આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં એમ.ડી.ફીઝીશ્યન, બાળરોગ નિષ્ણાંત, પેટના રોગ ના નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના રોગના નિષ્ણાંત તેમજ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડોકટર સેવા આપશે.

જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ, ડાયાબીટીશ ટેસ્ટ મફત કરી આપવામાં આવશે જુના તમામ રીપોર્ટ તથા એક્સ-રે સાથે લાવવાના રહેશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી દ્વારા મોરબી જિલ્લાના વધુમાં વધુ લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર