શ્રી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા ગરબા ક્લાસીસ બાબતે પોલીસને રજૂઆત
મોરબીમા ગરબા કલાસીસની નોંધણી અને ભાઇઓ -બહેનોને અલગ સમયે ગરબા ક્લાસ રાખવા પોલીસને રજુઆત
થોડા સમયમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અગાઉ થી ખેલૈયાઓ ગરબા શિખવા માટે ક્લાસીસ રાખતા હોય છે જેમાં ગરબા ક્લાસીસની નોંધણી અને ભાઈઓ – બહેનોને અલગ અલગ સમયે ગરબા ક્લાસ રાખવા બાબતે પાટીદાર યુવા સેવા સંઘના દ્વારા મોરબી જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે.
મોરબી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મોરબી જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે આવનાર દિવસોમાં માતાજીની આરાધનાનુ પર્વ એટલે મહા નવરાત્રી પર્વ આવી રહી હોય જેના કારણે મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ગરબા ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. આ ગરબા કલાસીસ ની મંજૂરી લેવા માં આવે અને જેટલા ગરબા ક્લાસીસ ચાલે છે. તેનુ રજીસ્ટર પણ કરવામાં આવે. સાથે તેમા શિખવા આવતા ભાઇઓ -બહેનોની નોંધણી કરવામાં આવે જેથી કરી કોણ કોણ ગરબા શિખવા આવે તેની સંપુર્ણ માહીતી રહે.
આ સાથે પાટીદાર યુવા સેવા સંધ આવા ગરબા ક્લાસીસમાં બહેનો તથા ભાઈઓ નો સમય અલગ રાખવામાં આવે ભાઈઓ તથા બહેનોના અલગ અલગ ગ્રુપ બનાવીને ગરબા ક્લાસીસમાં આયોજકો ગરબા શીખવાડે તેવી માંગ કરી છે.
આ માંગ પાછળનું મુખ્ય કારણ આવા ગરબા ક્લાસીસ ની આડમાં બેન-દીકરી સાથે કોઈ રોમિયા કે લૂખ્ખાં તત્વો કોઈ બેન-દીકરીને હેરાન પરેસાન ના કરે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ સાથે અમારી એવી પણ માંગણી છે કે આવા ગરબા કલાસીસમાં મહિલા પોલીસ સીવીલ ડ્રેસમાં તેની મુલાકાત લે તેમજ આવા કલાસીસમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે. તેથી આવા ગરબા કલાસીસની આજુબાજુ કોઇ રોમીયા કે આવારા તત્વોની પ્રવૃતિ પર રોક લાગે તેવી માંગ કરવામાં આવી છે.
આપણને અનેક વાર ન્યૂજ માં જાણવા મળે છે. કે ગરબા ક્લાસીસ ની આડમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિઓ થાય છે. જેથી આ રજૂઆત કરવામાં આવી છે.