વાંકાનેરમાં શ્યામ હોસ્પિટલ નજીક રોડ પરથી ઈકો કારની ઉઠાંતરી
મોરબી: મોરબી જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ દીવસે ને દીવસે વધી રહી છે ત્યારે વાંકાનેરમાં શ્યામ હોસ્પિટલ નજીક રોડ પરથી ઈકો કાર કોઈ ઉઠાંતરી કરી ગયું હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની ઓઝા શેરી ચાવડી ચોકમાં રહેતા યોગેશભાઈ અમ્રુતલાલ પુજારા (ઉ.વ.૫૨) એ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે વાંકાનેરમાં શ્યામ હોસ્પિટલ નજીક રોડ પરથી ફરીયાદીની મારૂતી કંપનીની ઈક્કો ગાડી રજી.નંબર- GJ- 36- F- 1053 સને-૨૦૧૭ ના મોડલ વાળી જેના ચેસીસ નંબર- MA3ERLF1S00553022 જેની કિંમત આશરે રૂ.૩,૦૦,૦૦૦ વાળી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.