મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમ્પોલો સિરામિકના કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા સિક્યુરિટી ગાર્ડને લોડર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. લોડર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના મૌહારના વતની સિક્યુરિટી મેન શીવાશુ રામપાલસિંહ યાદવ, ઉ.વ.૧૯ નામના યુવક નોકરી દરમિયાન સીમ્પોલો સીરામીકના માટી ખાતામાં ખુરશી ઉપર બેઠા હતા ત્યારે ટ્રેકટર લોડર નં- GJ-13-AD-1046ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે લોડર ચલાવી ખુરશીમા બેઠેલ શિવાંશભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ કેશવ રામપાલ યાદવે અકસ્માત સર્જી નાસી છુટેલા લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ફીટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,તેમજ બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પર વિજેતા થયેલ બહેનોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે, પોતાની સુજબુજ અનુસાર વેસ્ટમાંથી બેસ્ટ, યુનિક તેમજ હેન્ડમેડ રાખી...
મોરબી જીલ્લામાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના ખાનપર થી પીઠડ જવાનો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામા ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા રહે...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના સો રૂમ પાછળ શ્રેયા ઘડીયારના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે એ કહેલ કે પાર્સલ તમોને મડી ગયેલ છે ને તેમ કહેતા...