મોરબીના સિપાઈવાસમાથી સગીરાનું અપહરણ; અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ
મોરબી શહેરમાં અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના સિપાઇવાસ માતમચોક અંદરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સગીરાનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઇવાસમા માતમ ચોક અંદર રહેતા હલીમાબેન અહેમદભાઈ સમા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યો ઇસમ ફરીયાદીની પંદર વર્ષની દીકરીનુ અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બિ.એન.એસ. કલમ ૧૩૭(૨) મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.