N.D.P.S ના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને દબોચી લેતી ટંકારા પોલીસ
ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ ના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને કચ્છના આદિપુર ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા શાક માર્કેટમાથી આરોપી હુસેનભાઇ ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી પાસેથી ગાંજાનો જથ્થો કિ.૧.૪૩૫/-ગ્રામ કિરૂ-૧૪૩૫૦/- તથા રોકડ રૂપિયા -૨૦૦૦/- તથા મોબાઇલ ફોન કિરૂ-૩૦,૦૦૦/- મળી કુલ મુદામાલ- ૪૬,૮૫૦/- મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. જેમાં સહ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ આમરોણીયા (ઉવ-૨૪) રહે. ટંકારા વાળાની ધરપકડ કરવામા આવેલ હોય જે આરોપીને ગાંજાનો જથ્થો આપનાર ઇસમ આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયા રહે. હાલ- ગાંધીધામ રબારી વાસ ચોક જી-કચ્છ મુળ રહે.દાદર ગામ તા-સમી જી-પાટણ વાળાનુ નામ ખુલવા પામેલ હોય જે આરોપી અંગે અવાર નવાર તપાસ કરવા છતા છેલ્લા છ મહીનાથી ફરાર હોય જે આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયાને કચ્છના આદિપુર ખાતેથી અટક કરવામાં આવેલ છે.