SMC ના મોરબીમા દરોડા; લાલપર ગામ નજીકથી 1500 થી વધુ પેટી દારૂનો જથ્થો ઝડપી પાડયો
સ્થાનિક પોલીસ ની કામગીરી પર ફરી એક વખત ઉઠ્યા સવાલો
મોરબી: મોરબી તાલુકાના લાલાપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસ.એમ.સી એ દરોડા પાડી અંદાજીત ૧૫૦૦ થી વધુ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી બે ડ્રાઇવર અને સાત મજુરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોડી રાત્રે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટની અંદર આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા જેના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શાનવી ટ્રેડિંગ લખેલ ગોડાઉનમાં દરોડા પાડતા ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ, ટ્રક, બોલેરો અને કાર મળી કુલ સવા કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન માં હાજર ૦૭ શ્રમિકો અને ૦૨ ડ્રાઇવર ને શંકા ના દાયરમાં લઇ ને તપાસ હાથ ધરી અને આ દરોડાની કાર્યવાહી ચાલુ રાખી મુદ્દામાલ ની ગણતરી તેમજ અન્ય કાગળ કાર્યવાહી ચાલુ છે તો બીજી બાજુ સ્થાનિક પોલીસના નાક નીચે આવડો મોટો દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? આ દારૂનો જથ્થો કોને કોને પહોચાડવાનો હતો ? આનો માલિક કોણ ? આવા અનેક સવાલો ઉભા થયા છે.