Tuesday, December 9, 2025

હથીયાર સાથે ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનાર ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી SOG 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પરવાનાવાળા બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા પાડી ઇન્સ્ટન્સ્ટગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર ઈસમો તથા હથિયાર પરવાનેદાર વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. mr_durvesh 12 ધારડનું નામ સરનામું મેળવી ઈસમ દુર્વેશ મહેબુબભાઈ માથડિયા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી મળી આવતા તેની પુછપરછ કરતા આશરે બે વર્ષ પહેલા રાણેકપર ગામે રહેણાક મકાને તેના કાકા અલ્તાબભાઈ હુશેનભાઈ માથડિયાના પાડે સંરક્ષણ લાયસન્સ વાળા હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઈન્સ્ટગ્રામ આઈ.ડી. mr durvesh 12 માં મોબાઈલથી પોસ્ટ કરેલ જેથી ઈસમ તથા હથિયાર પરવાનેદાર વિરૂધ્ધ વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્ટ્સ એકટ કલમ – ૨૯, ૩0 હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે હાથ પરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર