Thursday, November 13, 2025

મોરબી: સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટા અપલોડ કરવુ યુવકને ભારે પડ્યુ, પરવાનેદાર સહિત બન્નેની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના ફોટા અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરી સીન સપાટા કરતો હોય જેથી એસઓજી પોલીસે હથિયાર ધારક સહિત બન્નેને ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસને ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. deshi_boy_baval ઉપર હથિયાર સાથેના ફોટા અને વિડીયો પોસ્ટ થયાની માહિતી મળતા તેની તપાસ કરવા સૂચના કરી હોય તે દરમિયાન એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને ખાનગી બાતમી આધારે ઉપરોક્ત આ આઈ.ડી. સંચાલકની ઓળખ કરી તેને હળવદ તાલુકાના ભલગામડા ગામે પલાસણ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બાવલભાઈ વિઠ્ઠલભાઈ દેત્રોજા (ઉવ.૨૨) રહે. ભલગામડાં તા.હળવદ વાળાએ બે વર્ષ પહેલા પોતાના સંબંધી છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા ઉવ.૫૭ રહે. ભલગામડાં તા.હળવદ વાળાના લાયસન્સવાળા સીંગલ બેરલ મજલ લોડ હથિયારથી પોતાના મોબાઈલમાં ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આવા કૃત્યથી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા હોવાને કારણે એસઓજી પોલીસે સીંગલ બેરલ મજલ લોડ હથિયાર કિં.રૂ. ૧૦,૦૦૦/-, વીવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૧૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીની અટક કરી તેમની વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર