માળીયાના સોનગઢ ગામના પાટીયા નજીક બે બાઇક ટ્રક પાછળ અથડાતાં એકનું મોત; બે ઇજાગ્રસ્ત
માળીયા મીયાણા તાલુકાના સોનગઢ ગામના પાટીયા થી પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક પાછળ બે બાઈક અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જીલ્લાના ઐડા ગામના વતની અને હાલ કચ્છના અંજારમાં રહેતા શંકરભાઈ હિરજીભાઈ મહેશ્વરી (ઉ.વ.૩૩) એ આરોપી હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર – GJ-36-AN-3184 નો ચાલક તથા બજાજ કંપનીનું પલ્સર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-E-8335 ના ચાલક વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ પોતાના હવાલાવાળા મોટર સાયકલ હિરો કંપનીનુ સ્પેલન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નં- GJ-36- AN-3184 તથા બજાજ કંપનીનું પલ્સર મો.સા. જેના રજીસ્ટર નં GJ-36-E -8335 વાળા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપર આગળ જતી ફરીયાદીની ટ્રક ટ્રેઈલર રજીસ્ટર નંબર GJ-39-T-9692 વાળાની પાછળના ભાગે ભટકાડી એક બાઈકના ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર મૃત્યુ પામેલ હોય અને બીજા બાઈક ચાલકના તથા પાછળ બેઠેલ ઇસમને શરીરે ગંભીર તથા સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.