Saturday, May 10, 2025

મોરબી : બોલો તલાટીમંત્રીએ રેવન્યુ રેકોર્ડ અને નાણાકીય રેકોર્ડ ગૂમ કરી દીધા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગ્રામપંચાયતમાં તલાટીમંત્રી ની જવાબદારી બહુ ગંભીર હોય છે પરંતુ હાલમાં ભ્ર્ષ્ટચાર એટલો બધો વધી ગયો છે કે તમામ ભ્રષ્ટ અધિકારીને રૂપિયા સિવાય કશું દેખાતું જ નથી ગ્રામ્યવિસ્તારમાં તલાટી ની મહત્વની ભૂમિકા હોય છે તમામ રેકોર્ડ સાચવવીને રાખવાના હોય છે પરંતુ એક તલાટી દ્વારા અગત્યના રેકોર્ડ કોઈપણ ઇરાદે ગુમ કરાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

તલાટીમંત્રી ઉપરી અધિકારીને ગાંઠતા ન હોવાના અનેક કિસ્સા વચ્ચે ઘુનડા સજ્જનપરથી હળવદના વેગડવાવ ખાતે બદલી પામેલા તલાટી કમ મંત્રીએ રેવન્યુ રેકર્ડ તેમજ નાણાકીય રેકર્ડ ગુમ કરી દેતા મોરબી ડેપ્યુટી ડીડીઓ દ્વારા આ તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવતા પંચાયતી આલમમાં ચકચાર જાગી છે.મોરબીના ઘુનડા સજ્જનપર ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાની હળવદ તાલુકાના વેગડવાવ ગામે બદલી કરવામાં આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા તાત્કાલિક ચાર્જ છોડી ઘુનડા ગ્રુપનું રેકર્ડ નવા તલાટીને સોંપી આપવા હુકમ કર્યો હતો.

જો કે, ઘુનડા ગ્રુપતલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાએ ટીડીઓના આદેશ છતાં રેકર્ડ ન સોંપવાની સાથે નાણાકીય ગેરરીતિ કર્યાનું બહાર આવતા આ મામલે મોરબી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ દ્વારા તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી માળીયા ખાતે સસ્પેન્સન દરમિયાન હાજરી પુરાવવા હુકમ કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર