શિબિરમાં એકસો પચીસ જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયર જોડાયા
મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાંઅનિદ્રા,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત,માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,અસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર યોજાશે જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ- ધ્યાન- યોગ્ય ખોરાકની સમજ-યોગાસન- આંતરિક સમજણ-સદા આંનદમાં રહેવાની કળા-સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે.
આ શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે,યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત કરવા માટે મોરબીના જાણીતા સાધકના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા 125 જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયરએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાયેલ છે અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે પ્રથમ દિવસે SSY નું ઈન્ટરોડક્શન કરવામાં આવ્યું.અને શિબિરના ચૌદ દિવસનું શિડયુલ આપવામાં આવ્યું.
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...