રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં મોરબી તાલુકાના પાંચ ગામોનો સમાવેશ ન કરાતા સરપંચો લાલઘૂમ
મોરબી: ગત વર્ષે ગુજરાતમા સારો વરસાદ થયો હતો જેથી ખરીફ સીઝન ૨૦૨૨માં સતત વરસાદ થતા અમારા ગામોમાં ખેડૂતોને પાક નુકસાની થયેલ જે બાબતે મુખ્યમંત્રી, કૃષી મંત્રી, પંચાયત મંત્રી,તથા મોરબી જીલ્લા કલેકટરને રજુઆતો કરી ગામોને પાક નુકશાની સહાય ચૂકવવા માંગણી કરેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ જેમાં માનસર, નારણકા, ખેવારીયા, ગોર ખીજડીયા, વનાળીયા ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી આટલી-આટલી રજુઆતો કરવા છતાં શા માટે અમારા ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી વધુમાં જે ગામોની રજૂઆત પણ મળેલ નહતી તેવા ગામોનો આ જાહેર કરેલ પેકેજ તેમાં સમાવેશ કરવામાં આવેલ છે તો ક્યા કારણોસર અમારા ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી જેના કારણો સહિત જવાબ આપવા પાંચે ગામના સંરપંચો એ જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં વિનંતી કરી છે અને જો આપ દ્વારા અમોને સંતોષકારક જવાબ નહીં મળે તો ન્યાયતંત્રનો સહારો લેવાનુ જણાવ્યું હતું.