Saturday, May 24, 2025

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે લોખંડના સળિયા ચોરી કરનાર બે ટ્રક ચાલક સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: માળિયા (મી) થી હળવદ તરફની રોડ સાઈડમાં સુસવાવ ગામના પાટીયા પાસે જે શેઠ માલિક ટ્રાન્સપોર્ટરે કંપનીમાથી લોખંડના સળિયાનો જથ્થો લોડીંગ કરાવી નિયત સ્થળે પોહચાડવા સુપરત કરેલ જે લોખંડના સળિયાનો જથ્થો બે ડ્રાઈવર તથા અન્ય ત્રણ આરોપીઓ દ્વારા નિયત સ્થળે ન પહોંચાડી વિશ્વાસઘાત કરી ૫૭,૨૦૦ ના લોખંડના સળિયાની ચોરી કરી નાશી છુટયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સપનાનગર એનું/૪ માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હરેન્દ્રસીંહ બલવંતસિંહ ઝાલા (ઉ.વ.૪૩) એ આરોપી સમુન્દ્રસીંગ ભાદુસીંગ રાવત ઉ.વ.૩૨ રહે. ગાફા થાના ટોડગઢ તા. ટોડગઢ જી. બ્યાવર રાજસ્થાન, લલીતભાઈ ધરમશીભાઈ પરમાર માળીયા, તથા બનાવના સ્થળ ઉપરની નાશી ગયેલ ત્રણ અજાણ્યા માણસો જેના નામ સરનામા જાણવા મળેલ નથી જેના વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૮-૨૦૨૩ ના રોજ ફરીયાદીની માલીકીના ટ્રક ટ્રેઇલર નંબર GJ-12-AY-1074 વાળીમા હક સ્ટીલ્સ એન્ડ મેટાલીકસ લી. ફેકટરી સામખીયારી થી ૩૨,૪૩૦ કિલો વજન ભરેલ લોખંડના સળીયા ભરી હરગોવીંદદાસ બેચરદાસ પટેલ સીલ્પ સેરેન સીલ્પ ઓન પ્રોજેકટ સીલજ ક્રોસરોડ એસ.પી.રીંગરોડ અમદાવાદ ખાતે ખાલી કરવા જતો હતો તે જથ્થામાથી ટ્રકમાથી M.S.BAR(TMT) 08 mm લોખંડની ભારીઓ નંગ-૧૩ એક ભારીનુ વજન ૮૦ કીલો એમ ૧૩ ભારીનુ કુલ વજન ૧૦૪૦ કીલો જેટલુ એક કીલો લોખંડના કી.રૂા. ૫૫/- લેખે ગણી કુલ ૧૦૪૦ કીલોની કી.રૂા. ૫૭૨૦૦/- લોખંડના સળીયા ટ્રક ટ્રેઈલર ડ્રાઈવર આરોપી સમુન્દ્રસીંગ વાળા તથા આરોપી લલીતભાઈ ધરમશીભાઈ પરમાર માળીયા વાળા તથા આરોપીઓ બનાવ સ્થળ ઉપરથી નાશી ગયેલ ત્રણ અજાણ્યા માણસો જેઓના નામ સરનામા જાણવા મળેલ નથી તેઓ તમામે ગુનાહીત કાવતરૂ રચી લોખંડના સળીયાના જથ્થાની છળકપટથી ચોરી કરી કરાવી એકબીજાની મદદગારી કરી શેઠ માલીક ટ્રાન્સપોર્ટરે કંપનીમાથી લેાખંડના સળીયાનો જથ્થો લોડીંગ કરાવી નિયત સ્થળે પહોચાડવા સુપરત કરેલ જે લોખંડનો જથ્થો ડ્રાઇવર તથા આરોપીઓએગુનાહીત લાભ લેવા સારૂ નિયત સ્થળે ન પહોચાડી ગુનાહીત વિશ્રવાસધાત ચોરી કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે હરેન્દ્રસીંહ બલવંતસિંહ ઝાલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ – ૪૦૭,૪૧૧,૧૨૦(બી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર