Friday, May 23, 2025

ભગવાન પરશુરામ અને ભૂદેવો વિશે આપત્તિજનક નિવેદન કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું

આજે તા. ૨૯ ઓગસ્ટ, મંગળવારનાં રોજ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સોશ્યલ મીડિયા પર પોતાની જાતને કલ્કી અવતાર કહેનારા અને હિન્દુ ધર્મ અને બ્રાહ્મણો અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા એવા રાજકોટ નાં રમેશ ફેફર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું.

તારીખ ૨૬ ઓગસ્ટ નાં રોજ સોશ્યલ મિડિયા પર પોતાને કલ્કી અવતાર કહેનારા એવા આ રમેશ ફેફર દ્વારા જાણી જોઈને સમાજમાં વૈમનસ્ય ઉભું કરવા હિન્દુ ધર્મ અને ખાસ કરી બ્રાહ્મણો નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ તથા સમગ્ર બ્રહ્મસમાજ વિશે આપતિજનક નિવેદન કરવામાં આવ્યું હતું. જેને પગલે લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય અને રમેશ ફેફર દ્વારા અવારનવાર આવા નિવેદનો કરી સામાજીક સમરસતાને ડહોળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેમજ પોતાના નિવેદનોમાં બ્રહ્મસમાજનો નાશ કરવાની ધમકી ઉચ્ચારી ડર અને દહેશતનો માહોલ ઉભો કર્યો હોય જેને પગલે આજે તા. ૨૯નાં રોજ મોરબી બ્રહ્મસમાજ દ્વારા જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રમેશ ફેફર દ્વારા કરાયેલા નિવેદનો પાછળ શું ઈરાદો છે? આવા વ્યક્તિ પાછળ સમાજને તોડનાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનાર કોઇ ષડયંત્ર તો નથી ને? વગેરે જેવી બાબતો અંગે તપાસ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તથા ડીજીપી ગુજરાત રાજ્યના ને ઈમેઈલ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું.આવેદન આપવા માટે સમસ્ત બ્રહ્મસમાજ અધ્યક્ષ પ્રશાંતભાઇ મહેતા,પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઈ જોષી,મિલેશભાઈ જોષી, કમલભાઈ દવે તથા પરશુરામ યુવા ગ્રુપ મહામંત્રી જયદીપભાઈ મહેતા,મુકેશભાઈ જાની(ભુદેવ),કિશોરભાઈ પંડ્યા,પલાભાઈ રાવલ, ડો. રાજુભાઈ ભટ્ટ,કિશનભાઇ ઉપાધ્યાય,ધર્મેન્દ્રભાઈ જોષી,રોહિતભાઈ પંડ્યા,વિશ્વાસ ભાઈ જોષી,આર્યનભાઈ ત્રિવેદી,હર્શભાઈ વ્યાસ,કૃષ્ણાચંદ્ર દવે, મોન્ટુભાઈરાવલ, ધર્મેન્દ્ર ભાઈ શુકલ ,વિજયભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર