આજ તા.૩૦-૦૮-૨૦૨૩નારોજ મોરબી સબ જેલ મોરબી ખાતે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સ્વેછીક મહિલા સંસ્થા તેમજ રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બહેનોએ પોતાના ભાઇને રાખડી બાંધી મિઠું મો કરાવી તેઓને શુભકામનાઓ પાઠવી અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને આનંદ અને લાગણીપુર્ણ સાથે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ માં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા અને તમામ જેલ સ્ટાફ અને મહિલા પોલીસ સ્ટાફ નો સહકાર રહેલ
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ધર્મસભા પણ યોજાઇ હતી. ત્યારબાદ તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેનો હજાર લોકોએ લાભ લીધેલ હતો.
મોરબી નજીકના શારદાનગર...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ જીલ્લા કલેકટર કચેરીનું તંત્ર સાવ ખાડે ગયુ છે . સ્ટાફ પર કોઈ જાતનું કંટ્રોલ ન હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે કામગીરી સમયસર થતી નથી જેથી આ બાબતે યોગ્ય કરવા અન્ન અને નાગરિક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી. જોશીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ...