મોરબીના સુભાષનગરમાં મારામારી કરનાર આરોપી પૈકીના કેટલાક લોકોએ અગાઉ પણ એક પરિવારને બદનામ કરવા હંગામો મચાવ્યો હતો !
પૈસા અને પોલિટીકલ નેતાના પાવરથી આ આરોપીઓ પૈકીના કેટલાક આરોપીઓ ગમે તેને ગમે ત્યારે બદનામ કરી શકે છે!
બે-ચાર દિવસ અગાઉ મોરબીના સુભાષનગરમાં પ્રૌઢના ઘરે જઈને ૨૩ જેટલા શખ્સોએ ગાળા ગાળી કરી અને પ્રૌઢ તથા તેના ભાઈ સાથે ઝપાઝપી કરી પરિવારને બદનામ કર્યો હતો જેની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં આરોપી તરીકે નિગમભાઇ શાંતીલાલ ધોરીયાણી.નિમીતાબેન કેવલભાઇ ધોરીયાણી, પુષ્પાબેન નિગમભાઇ ધોરીયાણી. નિતીનભાઇ શીવાભાઇ મેરજા રહે. મોરબી, પ્રદિપભાઇ પરસુંબીયા. સંગીતાબેન પ્રદિપભાઇ પરસુંબીયા. જાગૃતિબેન નવીનભાઇ ચાડમીયા, નવીનભાઇ ડાયાભાઇ ચાડમીયા, રવીભાઇ નિગમભાઇ ધોરીયાણી, નિરજભાઇ શાંતીભાઇ ધોરીયાણી, રાજભાઇ નિરજભાઇ ધોરીયાણી તથા અજાણ્યા આશરે બારેક માણસો નો સમાવેશ થાય છે.
આ આરોપીઓ મોરબીના સુભાષનગરમાં પ્રૌઢના ભત્રીજાના સસરા તથા તેના સાળા એટલે કે પિતા પુત્ર વચ્ચે મિલકત બાબતે માથાકુટ ચાલુ હોય અને તેમાં તેના ભત્રીજાને વચ્ચે ન રાખવા કહેતા આરોપીને સારૂં નહીં લાગતા શખ્સોએ પ્રૌઢના ઘરે જઈને ઘરમાં ઘુસી પ્રૌઢ તથા તેના ભાઈ સાથે ગાળા ગાળી તથા ઝપાઝપી કરી જતા રહ્યા હતા.
હવે વાત કરવી છે આ આરોપીઓ માંથી કેટલાક આરોપીઓની કે જેમણે આજથી દશેક મહિના પહેલા આજ પ્રકારે મોરબીના રવાપર રોડ પર આવેલ વેલકમ પ્રાઈડ સોસાયટીમાં રહેતા એક પરિવારને પણ આજ આરોપીઓમાંથી કેટલાક આરોપીઓએ ઘરમાં ઘુસી ગાળા ગાળી અને રાડા રાડી કરી હતી અને તેના પરિવાર ને કારણ વગર બદનામ પણ કર્યા હતા. પણ તે પરિવારે આ બધું સહન એટલા માટે કર્યું હતું કે આપડે તેના જેવા થઈ જશું તો સમાજમાં છાપ ખરાબ થશે અને સમાજ આપડે પણ આ લોકો જેવા માનશે જેથી ત્યારે તે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી ના હતી.
ખરે ખર આ જે સુભાષનગર વાળી ફરિયાદના જે આરોપીઓ છે તે પૈકી કેટલાક આરોપીઓ આજ પ્રકારે ઘણા લોકોને બદનામ કરવાનું જ કામ કરે છે અને થોડા મહિના પહેલા એક પરિવારે આવા લોકોની પીડા સહન કરી હતી. તો હાલમાં એક વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.પોલીસ આવા લોકો પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.નહી તો આ આરોપીઓ પૈકીના કેટલાક આરોપીઓ હજુ અન્ય કોઈ પરિવાર સાથે મારા મારી કે ગાળા ગાળી કરી અને કોઈના દીકરાને બદનામ કરી શકે છે.