સુખપર ગામે કેનાલમાંથી મોટર ચોરી કરનાર બેલડીને ઝડપી પાડતી હળવદ પોલીસ
હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં કેનાલમાંથી ચોરી થયેલ ઇલેક્ટ્રીક મોટર નંગ- ૪ ની ચોરીનો ગુનો ડીટેકટ કરી તમામ મુદામાલ રીકવર કરી બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલમાં ફરીયાદી રમેશભાઇ સોંડાભાઇ પરમાર રહે. ગામ શક્તિનગર સુખપર તા.હળવદ જી.મોરબી તથા અન્ય સાથીઓએ રાખેલ ઇલેક્ટ્રીક મોટર નંગ-૪ જેની કિ.રૂ ૬૦,૦૦૦/- નો મુદામાલ ચોરી થયેલ હોવાનો અનડિટેકટ ગુનો દાખલ થતા આજે મળેલ બાતમીના આધારે કવાડીયા ચેકપોસ્ટ ખાતેથી બે ઇસમો છકડો રીક્ષામાં ઇલેક્ટ્રીક મીટર નંગ-૪ જેની કિ.રૂ.50,000/- ના મુદામ્બલ સાથે આરોપી મનોજ દિનેશભાઇ ધાંગધરીયા રહે પાંગધ્રા જડેશ્વર મંદિરની પાછળ ઝુપડામાંતા ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા જગદીશ ભુપતભાઇ ઓગણીયા હાલ રહે ધાંગધા સંસ્કાર ધામ ગુરુકુળની પાછળ ચંદુભાઈ સતવારાની વાડીમાં તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુળ રહે ગામ ખોરજ દેવીપુજકવાસ તા.સાણંદ જી.અમદાવાદવાળાને પકડી અન્ય એક શખ્સ જીતેશ માધુભાઇ ચોવસીયા પરમાર રહે.ગામ સરા તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા ગુન્હો નોંધી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.