મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલ પાણીની કેનાલમાં પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યો પુરુષ અંદાજિત ઉંમર વર્ષ 35 થી 40 વાળા યુવકનો મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે તેમજ આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરેલ છે.






