મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી.ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષ થી નાસતા-ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનો આરોપી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા રહે.ગોપાલગઢ તા-ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો છેલ્લા એક વર્ષ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે પ્રોહીબીશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા (ઉવ-૨૬) રહે.ગોપાલગઢ તા-ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા ને ટીંબડી બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.