ઝુલતા પુલ દુર્ઘટનામાં ચાર આરોપીને કોર્ટમાં રજુ કરાયા, વધુ રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી દેતા આરોપીઓ જેલ ભેગા
મોરબી: મોરબીમાં ૩૦ ઓકટબરના રોજ ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના ઘટી હતી જેના જવાબદાર ઓરેવા કંપનીના મેનેજર અને કોન્ટ્રાકટર સહીત ચાર આરોપીના પાંચ દિવસ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા જેમાં કોર્ટે વધુ રિમાન્ડની માંગણી ફગાવી દીધી હતી અને આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા નવ પૈકી પાંચ આરોપીઓને જેલ ભેગા કરાયા હતા ત્યારે ઓરેવા કંપનીના મેનેજર સહિત ચાર આરોપીના પાંચ દિવસ સુધી રિમાન્ડ મંજૂર થયા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આજે ચારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે ચાર પૈકી ઓરેવા કંપનીના મેનેજર દીપકભાઇ પારેખ અને દિનેશભાઈ દવેના રિમાન્ડની માગણી સાથે મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી -રાજકોટ કલેકટર કચેરી તેમજ મોરબી પાલિકા કચેરીમાંથી દસ્તાવેજ મેળવ્યા હોય જેની આરોપીઓને સાથે રાખી તપાસ કરવાની હોવાથી વધુ ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જયારે બચાવ પક્ષના વકીલે પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલ મુદા રીપીટ કરાતા હોવાની દલીલો કરી હતી. તેમજ પોલીસે જે જે દસ્તાવેજ માગ્યા અને તપાસ માટે વાત કરી તે સરકારી કચેરીમાંથી મેળવવાનું હોવાનું જણાવ્યું હતું. જેમાં બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે રિમાન્ડની માંગણી બિનજરૂરી હોવાનું નોંધી રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. તેમજ આરોપીઓને જેલ ભેગા કરાવાનો આદેશ આપ્યો હતો.