Tuesday, August 5, 2025

હળવદના સુસવાવ ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી પકડાયા:એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વિશ્વાસ પોલીપેક કારખાના પાસે આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં જુગાર રમતા કુલ-૦૬ ઇસમોને રોકડા રૂપીયા ૧,૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ધવલભાઇ સુરેશભાઇ પટેલ રહે. મોરબી વાળાએ સુસવાવ ગામની સીમમાં વિશ્વાસ કારખાના પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે સુસવાવ ગામની સીમામાં બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા કુલ-૬ ઇસમો લખમણભાઇ બાબુભાઈ ગોગરા રહે. મોરબી બાયપાસ આનંદનગર પાસે કિર્તીપાર્ક, ધ્રુવભાઇ કાંતિલાલ ફુલતરીયા રહે. મોરબી બોનીપાર્ક શેરી નં.૨ મુળ રહે.તરઘરી તા.માળીયા, ભરતભાઇ ઠાકરશીભાઈ પાંચોટીયા રહે. મોરબી બોનીપાર્ક વનદેવી બ્લોક નં.૬૦૨ મુળ રહે.સાદુળકા, મગનભાઇ વાલજીભાઇ નારણીયા રહે જબલપુર પાસે ઇન્દ્રપ્રસ્થ-૧ સોસાયટી તા.ટંકારા, રમેશભાઇ વાઘજીભાઇ સીણોજીયા રહે. ઓટાળા ગામ તા.ટંકારા, જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ રાઘવજીભાઇ ઘેટીયા રહે.ટંકારા ગાયત્રીનગર સોસાયટીવાળાને પકડી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧,૧૭,૭૦૦/- નો મુદામાલ મળી આવતા તેમજ વાડી માલીક ધવલભાઇ સુરેશભાઇ પટેલ રહે. નવા બસસ્ટેન્ડ પાસે મોરબીવાળો હાજર નહિ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર