આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મોરબીમાં ધાર્મિક સ્થળો પર વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ના ઉપક્રમે સહકારની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે સહકાર વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આજે ૧ મે, ૨૦૨૫ના રોજ, ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે વિવિધ સહકારી સંસ્થાઓ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ – મોરબી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મોરબી જિલ્લાની તમામ APMC અને પ્રાથમિક સેવા મંડળીઓના સહકારથી મોરબી જિલ્લાના ધાર્મિક સ્થળોએ વિશિષ્ટ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.
આ અભિયાન અંતર્ગત તાલુકા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈના કાર્યક્રમો યોજાયા. ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા અને ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના અધિકારી/કર્મચારીઓ તથા જિલ્લાના સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ‘સ્વચ્છ ભારત’ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધુ હતુ.