‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે જિલ્લામાં વિવિધ ગામડાઓમાં નદી-તળાવે તેમજ તળાવોને સ્વચ્છ બનવવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્ય જ્યારે સ્વચ્છતા એજ સેવા અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના નદી તળાવ તેમજ દરિયા કિનારા સ્વચ્છ અને રળિયામણા બને ત્યાંનો વિસ્તાર સુંદર બને તેમજ પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બને તેવા હેતુથી નદી-તળાવ વગેરેની આસપાસ તેમજ કાંઠાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે હાલ મોરબી જિલ્લામાં ઓટાળા, ઢુવા, ટીકર, પ્રતાપગઢ સહિતના ગામડાઓમાં નદી તેમજ તળાવના કાંઠાના વિસ્તારોની સાફ સફાઈ હાથ ધરી આ વિસ્તારને રળિયામણા બનાવવામાં આવ્યા છે. ગંદકી દુર કરી આ વિસ્તારોની સાથે પાણીના સ્ત્રોત પણ સ્વચ્છ બનાવવામાં આવ્યા છે.
જનભાગીદારીથી આ મહા અભિયાન સફળ બની રહ્યું છે ત્યારે આ ગ્રામીણ વિસ્તારોમાં નદી તળાવ કાંઠાની સાફ-સફાઈની પ્રવૃત્તિમાં ગામ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમો શાહરૂખભાઇ ઇકબાલભાઇ અલીભાઇ બુચડ (ઉ.વ.૩૧) રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા સાહિલભાઇ કરીમભાઇ રમજાનભાઇ ચાનીયા (ઉ.વ.૨૩)...