નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી ખાતે બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં રમેશભાઈ દવે, પશ્ચિમ ક્ષેત્ર સંયોજક- સ્વદેશી જાગરણ મંચ- RSS શાખા , ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવા. સ્વાવલંબી ભારત અભિયાન ના પ્રવાસી કાર્યકર્તા- સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ધો.11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને નીચેના મુદા પર સમજૂતી આપી.
🔹 જોબ સિકર ને બદલે જોબ ગીવર બનવું
🔹 દેશમાંથી બેરોજગારી ને કંઈ રીતે દૂર કરી શકાય.
🔹લઘુ ઉધોગ ને પ્રોત્સાહન આપી રોજગારી ઊભી કરવી.
🔹 વોકલ ફોર લોકલ ને ખરા આર્થ માં સફળ બનાવવું.
🔹 વિદેશી ચીજવસ્તુને બદલે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ વધારવો.
🔹 ભારતની આર્થિક પરિસ્થિતિને સુધારવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી.
નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને બિઝનેસના કૌશલ્યોનું માર્ગદર્શન આપવા બદલ તેમજ ન્યૂ સ્ટાર્ટ અપ દ્વારા વધુ રોજગારીનું સર્જન કરી સ્વાવલંબી ભારત બનાવવા બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીત વડસોલા અને નવનિત કાસુન્દ્રા દ્વારા મુખ્ય આમંત્રિત મહેમાન રમેશભાઈ દવેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
