Thursday, April 25, 2024

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ રવાના થયા બાદ 27 દિવસે ઇટાલી પહોંચશે.માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયાએ માર્કેટીગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં આપેલ વિગતથી તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનોમાં આનંદ છવાયો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત વિરપુર ગીર ખાતે 2010માં રૂપિયા ચાર કરોડ ૬૦ લાખના ખર્ચે નવનીમિત પેક હાઉસમાં પ્રોસેસ થયેલ કેસર કેરી વિદેશોની બજારમાં પહોંચાડવા ‌,એપીડા માન્યતા, પ્રાપ્ત થયા બાદ કેસર કેરી પેક હાઉસમાં પિ. કુલિંગ વોશિંગ ક્લિનીંગ ઉપરાંત જરુરી કેમિકલ પ્રોસેસિંગ થયા બાદ વીરપુર ગીર ખાતેથી દેશના સીમાડા ઓળંગી યુ.કે. અને આરબ દેશો તથા ઇટાલીમાં કેસર કેરી કાર્ગો મારફતે જતી હતી પરંતુ હવે કેસર કેરી રેગ્યુલર એક્સપોર્ટ કરતી કંપની દ્વારા પ્રથમ વખત કેસર કેરી દરિયાઈ માર્ગે ઈટાલી રવાના કરવામાં આવી છે.10 ડિગ્રી સુધીની ઠંડી સાથે સ્પેશિયલ કેસર કેરી માટેનું કન્ટેનર જીફા પોર્ટ ઉપરથી 14ટન એટલે કે 15 000 કેસર કેરીના બોક્સ પ્રથમ વખત રવાના થઇ રહેલ કન્ટેનર 27 દિવસ દરિયાઈ મુસાફરી કરી ઇટાલી પહોચશે. ઈટાલી ખાતે રાયપનીગ પ્લાનમાં કેસર કેરી પકાવી ઈટાલીની બજારમાં નંગના ભાવે કેસર કેરીનું વેચાણ થશે.

તાલાલા મેંગો માર્કેટના સેકેટરી એચ.એચ. જારસાણિયાએ જણાવ્યું હતું કે ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં ડિમાન્ડ હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી. જોકે ઈટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતાં માગ વધી છે, જેથી 10 દિવસ બાદ બીજું કન્ટેનર મોકલવાની પણ તૈયારી કરાઈ છે.ઇટાલીથી ગીરની કેસર કેરીની ડિલિવરી લેવા ગીર પહોંચેલા મૂળ યુપીના અલાહાબાદના વતની અને હાલ ઇટાલીમાં રહી વેપાર કરતા એક્સપોર્ટર વિજય સહાયે જણાવ્યું હતું કે પ્રથમ વખત ભારત દેશના તાલાલા-ગીર વિસ્‍તારમાંથી દરિયાઇ માર્ગે કેસર કેરી ઇટાલી પહોંચી રહી છે. ગીરની કેસર કેરીની કિંમત ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં ખૂબ વધારે મળે છે. ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં કેસર કેરીની જબરી માગ છે. ગીરની કેસર કેરીનું સારું માર્કેટિંગ કરવામાં આવે તો ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં અંદાજે 100 ટનથી વધુ કેરીની ખપત થઇ શકે એવું માર્કેટ મળી શકે છે. વિજય સહાયે જણાવ્યું હતું કે અત્‍યારસુધીમાં 5 કન્‍ટેનરમાં 75 ટન કેસર કેરી મોકલવામાં આવી રહી છે. કેસર કરી અન્‍ય દેશોમાં ઇટાલીના રસ્‍તે જ મોકલવામાં આવે છે, કારણ કે ઇટાલી મુખ્‍ય વિતરણ સેન્‍ટર હોવા ઉપરાંત ભારતના મુંદ્રા બંદરથી સૌથી નજીકનું બંદર છે. ત્‍યાંથી સ્‍વિટ્ઝર્લેન્‍ડ, ફ્રાન્‍સ, જર્મની, ઓસ્‍ટ્રિયા સહિતના યુરોપિયન દેશોમાં મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે અમારે તાલાલા-ગીર પંથકમાંથી 300થી 400 ટન કેસર કેરી ખરીદી નિકાસ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ તાલાલામાં આવેલા વાવાઝોડાને કારણે આ વખતે 100 ટન જેટલી જ કેસર કેરીની ખરીદી કરી નિકાસ કરી શકીશું.એપેડાની પ્રોસેસ બાદ જ નિકાસ કરી શકાય છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર