Friday, May 3, 2024

પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે ખિલવાડ: મોરબીમાં રમતવીરો માટે એક પણ ગ્રાઉન્ડ નહિ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીના પ્રતિભાશાળી ખેલાડીઓને ક્યાં સુધી સુવિધાઓ થી વંચિત રહેવું પડશે ?

મોરબી: સૌરાષ્ટ્રનુ પેરીસ ગણાતા મોરબીમાં પહેલેથી જ રમત ગમતના મેદાનની બહુ ઓછી સુવિધાઓ છે. જેમ કે મોરબીવાસીઓ માટે એકમાત્ર કહી શકાય એવું એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ સરકારી કાર્યક્રમો તથા મેળાવડા તંત્ર જાણી જોઈને આંખ મીચામણાથી હજારો ખેલપ્રેમીઓ નિરાશ થઈ ગયા છે. મોરબીમાં ખેલ કુદ માટે એક પણ સરકારી ગ્રાઉન્ડ આવેલ નથી તેથી મોરબી વર્ષોથી સરકારી ગ્રાઉન્ડ ઝંખી રહ્યા છે.

આજકાલ ઓલમ્પિક,ક્રિકેટ, ફુટબોલ, હોકી,ટેનીસ, બાસ્કેટબોલ વગેરે જેવી અનેક રમતોનો યુવાનોમાં ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના યુવાનોની એક અધોગતિ છે કેમકે મોરબીમાં એકપણ સરકારી ગ્રાઉન્ડ આવેલ નથી અને મોરબીમાં તત્કાલીન રાજવી પરિવારે શહેરની ખેલ પ્રેમી જનતા માટે એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવ્યું હતું જો કે દુઃખની વાત એ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોરબી શહેરમાં આ એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે જોકે સ્થાનિક તંત્રએ ખેલાડીઓની પ્રતિભા વિકસાવવા માટે જુદી-જુદી રમતગમતની પ્રવૃત્તિ કરવાને બદલે શહેરનું એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ સરકારી કાર્યક્રમો તથા મેળાવડાના કારણે ખેલાડીઓ પાસે થી છીનવી લીધું છે. આખરે યુવાનો તો ક્રિકેટ , ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ , હોકી, ટેનીસ વગેરે જેવી રમતો રમવા માટે થનગની રહ્યા છે પરંતુ રમવા ક્યાં જવું તે મોટા પ્રશ્ન છે. સરકાર રમતવીરો માટે આજ સુધી એક દિવસ સુધી કોઈ સગવડ સુદ્ધાં આપી નથી.

મોરબી સૌરાષ્ટ્રનુ પેરીસ ગણાય છે સરકારને ટેક્ષ પણ બધાથી વધુ આપે પરંતુ મોરબીવાસીઓને એક સરકારી ગ્રાઉન્ડ પણ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું નથી તેથી યુવાનોમા ભારે રોષ છે અને તંત્ર પાસે સરકારી ગ્રાઉન્ડની માંગ કરી રહ્યા છે. મોરબીમાં જો ખેલકૂદ માંટે યુવાનોને એક સારૂ ગ્રાઉન્ડ મળે તો મોરબીમાથી પણ ટેલેન્ટ બહાર આવી યુવાનો પણ મોટી ટુર્નામેન્ટમાં જળકી શકે છે તેથી મોરબીવાસીઓને એક પણ સરકારી ગ્રાઉન્ડ ન મળતા યુવાનોમાં નીરાશા જોવા મળી રહી છે.

ત્યારે મોરબીનાં ઉભરતા સિતારાઓને ખેલ કુદ માટે ક્યારે ગ્રાઉન્ડની સગવડ નશીબ થાય છે તે જોવ રહ્યું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર