Thursday, May 2, 2024

મોરબીમાં કાર ભાડે લઈ પરત નહિ આપવાનું અંદાજે પાંચ કરોડનું કૌભાંડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

૫ વાહન જપ્ત, ૨૦ કાર કબજે કરવા કવાયત : રાજકોટ ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન

મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઈમબ્રાંચ અને માળીયા પોલીસે સંયુક્ત રીતે શરૂ કરી કાર્યવાહી દોઢ મહિના પહેલા ભાડેથી આપેલી કાર પરત ન કરાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે અને મોરબી પંથકમાંથી વાહનો ભાડે લઈ જઈ પરત નહીં કરવાનું મોટુ કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ પાંચ વાહનો કબજે કર્યા છે જ્યારે ૨૦ જેટલા વાહનો કબજે કરવાની કવાયત હાથ ઘરી છે. આ કૌભાંડ અંદાજે રૂા.૫ કરોડનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરમાં કાર ભાડે લઇ ગયા બાદ પરત નહિ કરવાના તેમજ અન્યને વેચી દેવાના સમયાંતરે બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ગુરુવારે રાજકોટના તાલુકા પોલીસ મથકમાં મવડી ગામના હાર્ડવેરના ધંધાર્થીએ કોઠારિયાના આકાશ ઉર્ફે અક્કી પટેલ અને જામનગરના બિલાલશા હશનશા શાહમદાર નામના શખ્સોને દોઢ મહિના પૂર્વે ભાડે આપેલી રૂ.૨૦ લાખના કિંમતની કાર આજ દિવસ સુધી પરત નહિ કરતા ફરિયાદ નોંધાવી હતી. ભાડે કાર લઇ ગયા બાદ ભાડું કે વાહન પરત નહિ કરી વિશ્વાસઘાતના વધી રહેલા બનાવને પગલે તપાસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ઝંપલાવ્યું હતુ.

પોલીસ તપાસ દરમિયાન આકાશ ઉર્ફે અક્કી અને – બિલાલશાએ આ રીતે અનેક લોકોની મોંઘી મોટરકારો ભાડે – લેવાના બહાને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ શરૂ કરતા મોરબી પંથકમાંથી બેલડીએ કળા કરી મેળવેલી પાંચ કારને કબજે કરવામાં સફળતા મળી હતી. પોલીસની તપાસ જેમ જેમઆગળ વધતા ઠગ બેલડીએ અંદાજિત પાંચેક કરોડના કિંમતની મોટરકારો ભાડે મેળવ્યા બાદ ઠગાઇ કર્યાની વિગતો જાણવા મળી હતી. હજુ છેતરપિંડીથી મેળવેલી અનેક મોટરકારો મળવાની સંભાવના છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે બે અલગ અલગ ટીમો બનાવી મોટરકાર કબજે કરવા તેમજ આરોપી બેલડીને સકંજામાં લેવા દોડધામ શરૂ કરી છે. ઠગ બેલડી સકંજામાં આવ્યા બાદ બંનેએ આચરેલા કૌભાંડો પ્રકાશમાં આવશે તેમજ તેમની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે બહાર આવશે તેમ પોલીસ સૂત્રે જણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર