મોરબી જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી/અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ વિભાગોના ભવનો અને પ્રાંગણ વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરી ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી સફાઈ કરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં સરકારી કચેરીઓના અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...