Tuesday, December 9, 2025

ટંકારા નગરનાકા પાસે ઓરા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા નગરનાકા પાસે રાજકોટ-મોરબી રોડ પરથી ઓરા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ઇસમોને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ખાનગી બાતમીરાહે બાતમી મળેલ કે, રાજકોટ તરફથી એક સફેદ કલરની કાર નંબર-GJ-36-AJ-2958 વાળી મોરબી તરફ આવનાર છે. જે કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે રેઇડ કરતા કારમાંથી Old monk Very old vatted XXX Rum બોટલો નંગ-૫૦ કિ.રૂ.૬૫,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-ર કી.રૂ. ૧૦,૦૦૦/- તથા ઓરા કાર કી.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૪,૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સંજયભાઇ દેવદાનભાઈ ડાંગર (ઉ.વ. ૩૪) રહે. જશાપર કકાનગઢ શેરીમાં તા. માળીયા મિ. તથા જયોતીબેન સંદિપભાઈ ધરજીયા (ઉ.વ. ૩૪ મ) રહે. નવાગામ આણંદપર રંગીલા મેઇન રોડ બુટભવાની મંડપની બાજુ વાળી શેરીમાં તા.જી.રાજકોટવાળા મળી આવતા તેને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રામદેવસિંહ ગોહીલ રહે. રાજકોટવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર