Friday, January 9, 2026

ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ યોજી 109 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ સરપ્રાઇઝ કોમ્બીંગ દરમ્યાન ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનના કુલ-૧૫ કેસો શોધી દેશી દારૂ લી-૧૦૯ કુલ કિ.રૂ.૨૧,૮૦૦/-નો મુદામાલ ઝડપી પાડી ૧૩ ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન ધારાતળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે સરપ્રાઇઝ કોમ્બીંગ રાખવામાં આવેલ હતી જે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર ડીવીજનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમોને પકડી કુલ-૧૫ જેટલા પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવામાં આવેલ છે. અને પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉલ્લેખનીય છે કે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ પોલીસ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિને અટકાવવા સારૂ પ્રોહીબીશનના કબજાના કેશ-૧૩ તથા પીધેલાના કેશ-૦૨ મળી કુલ-૧૫ જેટલા કેસો શોધી કુલ દેશી દારૂ લી-૧૦૯ કુલ કી.રૂ. ૨૧,૮૦૦/-નો મુદામાલ કબજે કરી ૧૩ ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર