ટંકારા નજીક સોનાના હારની ચિલ ઝડપ કરનાર શખ્સ તથા વેચનાર ઈસમ સહિત બેને પોલીસે દબોચી લીધા
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમા મહિલાના ડોકમા પહેરેલ સોનાના હારની ચીલ ઝડપ કરી ઝુટવી જનાર ઇસમ તથા તેનો ઢાળીયો કરી વેચનાર ઇસમ એમ બંને ઇસમોને ૧૦૦ % મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકાના પલાસગામે રહેતા ધુનાબેન હકાભાઇ ગમારા ટંકારા રાજકોટ હાઇવે રોડ પરથી ઓટો રીક્ષામાં બેસી જતા હોય તે દરમીયાન મિતાણા ઓવર બ્રીજ પાસે રોડ ઉપર ચાલુ રીક્ષાએ એક અજાણ્યા કાળા કલરના મોટર સાઇકલ વાળાએ ફરીયાદીના ગળામા પહેરેલ સોનાનો ટીલીવાળો આશરે પાંચ તોલાનો હારનો નીચેનો અડધો જેમા ચગદાવાળો ભાગ આશરે બે સવા બે તોલાનો જેની અંદાજીત કિમંત આશરે રૂપિયા-૧,૨૫,૦૦૦/- બળજબરીથી ખેચીને ઝુંટવીને લઇ નાસી ગયેલ જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
જેથી આ ગુનો ત્વરીત શોધી કાઢવા માટે સી.સી.ટી.વી. ફુટેજ. ટેક્નીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સીશ દ્વારા બાતમી અધારે આરોપીઓને શોધતા આ ગુન્હાને અંજામ આપનાર બાઈક ચાલક ઇસમ સંદિપભાઇ જીતેન્દ્રભાઈ પંડયા રહે.રાજકોટ વાળો તેના રહેણાંક મકાનેથી મળી આવતા તેની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા તેણે આ ગુન્હાની કબુલાત આપી આ ગુનામા ચીલ ઝડપકરીને તેણે મેળવેલ સોનાનો હાર તેણે રાજકોટમાં શ્રીકાંતભાઈ સોની રહે.રાજકોટ વાળાની સોનીબજારમાં જઇ આ દાગીનાનો ઢાળીયો કરાવી વેચી નાખેલનુ જણાવતા આ સોનાનો ઢાળીયો જે રર કેરેટ નો હોય જેનુ વજન ૨૩.૬૬૦ ગ્રામ હોય જેની બજાર કિંમત રૂપીયા ૩,૩૧,૦૦૦/- ગણી કબજે કરેલ તેમજ આ ગુન્હાના કામે ઢાળીયાના રૂપિયા ૩,૩૧,૦૦૦/- તેણે મેળવેલ તે પૈકીના સેકડા રૂપિયા ૩,૦૦,૦૦૦ તેમજ ગુન્હામાં ઉપયોગ કરેલ મો.સા.કિં.રૂ. ૫૦,૦૦૦/- મળી આ ગુન્હામાં ગયેલ ૧૦૦% મુદામાલ સહિત કુલ રૂપિયા ૬,૮૧,૦૦૦/-ના મુદામાલ સાથે બંન્ને આરોપીઓની ધોરણસરની કાર્યવાહિ કરી આરોપી, મુદામાલ આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.