ટંકારા સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે ખારાવાડના નાલા પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા
ટંકારા તાલુકાના સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે આવેલ તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૧,૫૯,૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે આવેલ તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોમાથી ત્રણ ઈસમો મનોજભાઇ ચુનીલાલભાઇ ઠાકર (ઉ.વ.૩૫) રહે. રવાપર ગામ રામજી મંદીર પાસે તા.જી.મોરબી, વિશાલભાઇ દેવદાનભાઇ ડાંગર (ઉ.વ. ૨૯) રહે. રવાપર ગામ હનુમાનજીના મંદીરની બાજુમાં તા.જી.મોરબી, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા (ઉ.વ. ૩૯) રહે. પંચાસર રોડ રાજનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૧,૫૯,૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે ઈસમો માધવભાઇ ભાલોડીયા રહે. સજનપર ગામ તા.જી.મોરબી તથા હીરેનભાઇ ચાડમીયા રહે. રવાપર ગામ તા.જી. મોરબીવાળો રેઇડ દરમ્યાન બાવળની કાંટ ખેતરનો લાભ લઈ નાસી ગયા હોવાથી કુલ પાંચ ઇસમો વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.