ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ખાડે ખાડા હોવાથી વાહન ચાલકો પરેશાન
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ખાડે ખાડા પડી ગયા છે જો આ રોડ પર એક અઠવાડિયામાં પેચવર્ક કામગીરી શરૂ કરવામાં નહી આવે તો મહેશ રાજકોટીયા દ્વારા કચ્છ ને જોડતા હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ટંકારા થી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પીઠ જેવી થઈ ચુકી છે જેના કારણે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ટંકારા કોંગ્રેસ ના કદાવર નેતા મહેશ રાજકોટિયા મેદાનમાં ઉતર્યા છે અને આ રોડ ના ઈન્ચાર્જ રાજકોટ ડિવિઝનના એસ આર પટેલ નો સંપર્ક કરી માર્ગની અવગતિ અંગે વાકેફ કર્યા હતા અને આ રોડ તાત્કાલિક એક અઠવાડિયામાં પેચવર્ક કરીને ચાલવા લાયક બનાવવા રજૂઆત કરી હતી. જો કોઈ આના બાના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ન કરવામાં આવી તો ના છુટકે ટીમ સાથે મેદાનમાં આવી કચ્છને જોડતો રાજકોટ મોરબી રોડ ઉપર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે રોડના ઈન્ચાર્જ ઈજનેરે એસ આર પટેલનો સંપર્ક કરતા એમણે જણાવ્યું હતું કે રાજકોટિયાની રજૂઆત મળી છે હાલે તાકીદે કોન્ટ્રાક્ટરને ફ્લો વર્ક કરી અઠવાડિયામાં પ્લાન ચાલુ કરવા અને જરૂરી પેચવર્ક કરવા આદેશ આપી દિધાનુ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી વાવડી ચોકડી પિપડીયા ચોકડી દલવાડી સર્કલ શનાળા ચોકડી લજાઈ ચોકડી ટંકારા ચોકડી ઉપર ગોઠણસમા ખાડા હોય રિતસર વાહન ડેમેજ થઈ ભારે નુકસાન અને છાસવારે ટ્રાફિક જામ નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એવામાં રાજકોટિયા મેદાનમાં ઉતાર્યા હોય અને ભુતકાળમાં પણ પ્રજા પશ્રને હાઈવે ચક્કાજામ કરી ચુક્યા છે અને ઈનસન્ટલી કામ કરવા જાણીતા સ્વભાવ થી અધિકારી વાકેફ છે ત્યારે કારણે અધિકારી આલમમાં પણ સમસ્યા સુલઝાવવા માટે ગતિવિધિઓ તેજ બની છે. અને વાહન ચાલકો પણ મુશ્કેલ માર્ગ મરામતમાં મહેશ રાજકોટિયાની ચિમકી થી કામગીરી પૂર્ણ થવાની આશા સેવાઈ રહી છે.