ટંકારાના જોધપર (ઝાલા) ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામની સીમમાં પ્રવિણભાઇ પટેલની વાડીમાંથી યુવકનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામની સીમમાં પ્રવિણભાઇ પટેલની વાડીની વાડીએ રહેતા વિજયભાઈ અભલાભાઈ ઉર્ફે અભેસિંગ પલાસ (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમએ ફરીયાદીના હવાલા વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજીસ્ટર નં-GJ- 20- BH- 3021 વાળુ કિ.રૂ- ૩૫,૦૦૦ વાળુ કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.