ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે પતી મૃત્યુ પામતા મનમાં લાગી આવતા વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મંજુબેન પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૭૦) રહે. લજાઈ ગામ તા. ટંકારાવાળાના પતિ મૃત્યુ પામતા મનમાં લાગી આવતા પોતાની જાતે ઝાડમાં છાંટવાની ઝેરી દવા અજાણી માત્રામાં પી જતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરતા ચાલું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
