ટંકારાના સજનપર ગામ નજીકથી પાંચ બિયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 
 
ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા રસ્તા પરથી પાંચ બિયર ટીન કિં રૂ. ૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા રસ્તા પર આરોપી પોતાના મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે-૦૩-ઈએમ-૭૦૪૬ વાળામા બિયર ટીન નંગ -૦૫ કિં રૂ. ૫૦૦ નો મુદામાલ રાખી હેરાફેરી કરતા મળી આવતા આરોપીને બિયર ટીન તથા બાઈક મળી કુલ કિં રૂ. ૨૦, ૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી દીવલભાઈ વરસીંગભાઈ મૈડા (ઉ.વ.૩૨) રહે.હાલ સજનપર રાધે ફાર્મ વાળા રસ્તે લાલજીભાઇ ભાણજીભાઇ પટેલ રહે. સજનપર વાળાની વાડીની ઓરડીમાં તા.ટંકારા જી.મોરબી મુળ રહે. દાહોદવાળાને ઝડપી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.