વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72 મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી ક્યાંક હોમ હવન ભજન કીર્તન તો ક્યાંક બ્લેડ ડોનેશન કેમ્પ તો ક્યાંક ગરીબ બાળકોને ભોજન કરાવી જન્મદિવસ હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારામાં યુવા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ૪૫ બોટલ એકત્રિત કરવામાં આવી હતીતાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા, મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા ઉપસ્થિત રહી યુવા મોરચાનો ઉત્સાહ વધારે હતો અને તાલુકા ભાજપ તેમજ મહિલા મોરચા તેમજ સોશિયલ મીડિયાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યુવા ભાજપના પ્રમુખ મયુરભાઈ અને મહામંત્રી હસુભાઈ દુબરીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
